આરડી બર્મન માટે આ બહુ ખાસ, સોનેરી પળઃ ઉષા ઉત્થુપ

નવી દિલ્હીઃ ઉષા ઉત્થુપ દેશની એક લોકપ્રિય પોપ ગાયિકા છે. સિંગર ઉષા ઉત્થુપે આરડી બર્મનની આઇકોનિક રચના दम मारो दमને iPhone 13 લોન્ચમાં રજૂ કરવામાં આવતાં પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એ ગીતને આશા ભોસલેએ ગાયું હતું. ઉષાએ એ ફિલ્મમાં ટાઇટલ ટ્રેક –हरे रामा हरे कृष्णा- ગાયું હતું.

ઉષાએ iPhone 13 લોન્ચ પર दम मारो दम ટ્યુનના ઉપયોગ પર આનંદ વ્યક્ત કરતાં તેમણે આરડી બર્મનને યાદ કર્યા હતા. આ આરડી બર્મન માટે આ એક બહુ ખાસ અને સોનેરી પળ છે, કાશ, તેઓ આનો આનંદ લેવા જીવતા હોત, એમ તેમણે કહ્યું હતું.

તેમણે યાદ કરતાં કહ્યું હતું કે તેમણે हरे रामा हरे कृष्णाનું ટાઇટલ ટ્રેક કેવી રીતે મેળવ્યું હતું. મારા માટે બહુ ગર્વની ક્ષણ હતી, જ્યારે મને हरे रामा हरे कृष्णाમાં ગાવા માટે કહેવામાં આવ્યું હતું. હું એક કલાકાર હતી અને દેવ આનંદ સાહેબ ખાસ કરીને મને સાંભળવા માટે શશિ કપૂર અને આરડી બર્મનની સાથે ચેન્નઈ ગયા હતા, જ્યારે તેમણે મને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે હું हरे रामा हरे कृष्णा માટે ગાઉં તો હું થોડી ક્ષણો માટે અવાક થઈ ગઈ હતી. મારી ખુશીનો પાર નહોતો, એમ તેમણે કહ્યું હતું.

ઝીનત અમાન કે જેણે दम मारो दम ગીતમાં એક્ટિંગ કરી હતી, તેણે કહ્યું હતું કે 40 વર્ષ પછી પણ આ ગીત સુપરડુપર છે, એ જોઈને આનંદ થાય છે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે એ ગીતનો આટલો ક્રેઝ બની જશે, એમ તેણે કહ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]