મુંબઈ-દિલ્હી રોડ સફર 24-કલાકથી ઘટીને 12-કલાકની થશે

મુંબઈઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ મુંબઈ-દિલ્હી વચ્ચે બંધાઈ રહેલા એક્સપ્રેસવે પરના કામકાજનું આજે હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કર્યું હતું. આ 1,380 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે બંધાઈ જશે એ પછી દેશના રાષ્ટ્રીય રાજધાની શહેર દિલ્હી અને દેશના આર્થિક રાજધાની શહેર મુંબઈ વચ્ચેની રોડ સફર સાડા 12 કલાકમાં પૂરી થશે, જે માટે હાલ 22-23 કલાક લાગે છે.

આ એક્સપ્રેસવે 2023ના માર્ચાં પૂરો થવાની ધારણા છે. આ એક્સપ્રેસવે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણાને જોડશે. આ એક્સપ્રેસવે રૂ. 98,000 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે. તે દેશમાં સૌથી લાંબો એક્સપ્રેસવે બનશે.

આ એક્સપ્રેસવે પર આઠ-આઠ લેનના બે બોગદાં પણ બાંધવામાં આવી રહ્યા છે. એક બોગદું મુકુન્દ્રા અભ્યારણ્ય નીચેથી અને બીજું માથેરાન પર્યાવરણ-સંવેદનશીલ ઝોનમાં બાંધવામાં આવી રહ્યું છે. આ એક્સપ્રેસવે બાંધવા માટે હજારો તાલીમબદ્ધ એન્જિનિયરો તથા કર્મચારીઓ કામે લાગ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]