બોલીવુડની આ અભિનેત્રીઓ એમનાં જીવનસાથીઓ કરતાં વધારે ધનવાન છે

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે જેઓ એમનાં પતિ કે ફિયાન્સ કરતાં વધારે ધનવાન છે. આમાં ઐશ્વર્યા રાયથી લઈને પરિણિતી ચોપરાનો સમાવેશ થાય છે. એક નજર વિગત પરઃ

ઐશ્વર્યા રાય-બચ્ચન:

ઐશ્વર્યા ભારતમાં સૌથી શ્રીમંત અભિનેત્રી છે. તે આશરે 10 કરોડ ડોલર (રૂ. 825 કરોડ)ની સંપત્તિની માલિકણ છે. જ્યારે એનાં અભિનેતા પતિ અભિષેક બચ્ચન પાસે આશરે 3 કરોડ ડોલર (રૂ. 248 કરોડ)ની નેટ વર્થ છે.

પ્રિયંકા ચોપરા-જોનસઃ

પ્રિયંકા પાસે 7 કરોડ 50 લાખ ડોલર (રૂ. 620 કરોડ)ની નેટ વર્થ છે. જ્યારે એનાં અમેરિકન ગાયક પતિ નિક જોનસ પાસે આશરે 7 કરોડ ડોલર (રૂ. 575 કરોડ)ની સંપત્તિ છે.

દીપિકા પદુકોણ:

દીપિકા એનાં સાથી કલાકાર રણવીરસિંહને પરણી છે. અમેરિકન મેગેઝિન ફોર્બ્સના અહેવાલ મુજબ, દીપિકા પાસે 6 કરોડ ડોલર (રૂ. 497 કરોડ)ની નેટ વર્થ છે જ્યારે રણવીરસિંહ એનાથી ઓછી – 3 કરોડ ડોલર (રૂ.248 કરોડ)ની સંપત્તિનો માલિક છે.

સોહા અલી ખાન:

સ્વ. મન્સૂરઅલી ખાન પટૌડી અને પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરની પુત્રી સોહા અલી ખાન સાથી કલાકાર કુણાલ ખેમૂને પરણી છે. સોહા પાસે 2 કરોડ ડોલર (રૂ. 165 કરોડ)ની સંપત્તિ છે જ્યારે કુણાલ પાસે માત્ર રૂ 35 કરોડની સંપત્તિ છે.

બિપાશા બાસુ:

બિપાશા પણ સાથી કલાકાર અને મોડેલ કરણ ગ્રોવરને પરણી છે. બિપાશા 1 કરોડ 70 લાખ ડોલર (રૂ. 140 કરોડ)ની નેટ વર્થ ધરાવે છે જ્યારે કરણ પાસે માત્ર રૂ. 13 કરોડ 40 લાખની સંપત્તિ છે.

કેટરીના કૈફ:

કેટરીનાએ તાજેતરમાં જ સાથી કલાકાર વિકી કૌશલ સાથે લગ્ન કર્યાં છે. કેટરીના પાસે બે કરોડ ડોલર (રૂ. 165 કરોડ)ની સંપત્તિ છે જ્યારે વિકી પાસે આશરે પ0 લાખ ડોલર (રૂ. 41 કરોડ)ની નેટ વર્થ છે.

પરિણિતી ચોપરા:

પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન પરિણિતીએ હાલમાં જ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી છે. ફોર્બ્સના અહેવાલ મુજબ, પરિણિતી પાસે 70 લાખ ડોલર (રૂ. 60 કરોડ)ની સંપત્તિ છે જ્યારે એનાં ફિયાન્સે સોગંદનામામાં દર્શાવ્યા મુજબ, એમની પાસે માત્ર રૂ. 33 લાખની સંપત્તિ છે.