મુંબઈઃ એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ની હિન્દી આવૃત્તિ વિશ્વમાં OTT પ્લેટફોર્મ પર ભારતની સૌથી લોકપ્રિય ફિલ્મ બની ગઈ છે, એમ નેટફ્લિક્સે કહ્યું હતું. નેટફ્લિક્સ અનુસાર ‘RRR’ વિશ્વમાં 4.5 કરોડ કલાકથી વધુ સમય સુધી જોવામાં આવી હતી. આ ફિલ્મનો સમયગાળો 3.02 બે મિનિટનો છે. મૂળ તેલુગુમાં બનેલી આ ફિલ્મનું હિન્દી વર્ઝન 20 મેએ નેટફ્લિક્સ પર આવ્યું હતું. એનાથી બે મહિના પહેલાં એ થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તેલુગુ ઉપરાંત તમિળ, મલયાલમ અને કન્નડમાં પણ ડબ થઈ હતી.રામ ચરણ અને જુનિયર NTR સ્ટારર આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સૌથી વધુ લોકપ્રિય ફિલ્મ બની ગઈ છે. આ માહિતી નેટફ્લિક્સ ઇન્ડિયાએ ટ્વિટર હેન્ડલથી આપી હતી. નેટફ્લિક્સે ટ્વિટર પર લખ્યું હતું કે ‘RRR’ હવે વિશ્વમાં નેટફ્લિક્સ પર સૌથી લોકપ્રિય ભારતીય ફિલ્મ બની ગઈ છે. દરેક જગ્યાએ એના સૌથી વધુ ફેન્સ છે. આ ટ્વિટ સાથે એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે, જેના પર ‘RRR’ હિન્દીમાં લખ્યું છે. જુનિયર NTR, રામ ચરણ, અજય દેવગણ અને આલિયા ભટ્ટ આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં છે.
RRR is now the most popular Indian film on Netflix around the world 🕺🕺
Sending the biggest 🤝 to fans everywhere! pic.twitter.com/WEOw0nb515— Netflix India (@NetflixIndia) June 23, 2022
‘RRR’ દક્ષિણ ભારતીય ભાષાની બીજી હિન્દીમાં ડબ થયેલી ફિલ્મ છે. હાલમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝ’ પાર્ટ વન હિન્દીમાં ડબ થઈ હતી.
‘RRR‘ વર્ષ 2022ની સૌથી સફળ ભારતીય ફિલ્મોમાંની એક છે, જેણે વિશ્વમાં બોક્સ ઓફિસ પર રૂ. 1200 કરોડથી વધુ કમાણી કરી છે.