મ્યુઝિક વીડિયો સાથે મંદાકિનીનું કમબેક

મુંબઈઃ ગત્ વર્ષોની અભિનેત્રી અને ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મની ભૂમિકા માટે જાણીતી મંદાકિની બે દાયકા બાદ મનોરંજન ક્ષેત્રે પુનરાગમન કરી રહી છે. તે મ્યુઝિક વીડિયો ‘મા ઓ મા’માં જોવા મળશે. આ વીડિયોનું પોસ્ટર સોશ્યલ મિડિયા પર શેર કરવામાં આવ્યું છે અને તે વાઈરલ થયું છે.

મંદાકિનીએ ઈન્સ્ટાગ્રામ પર આ ગીતનું ફર્સ્ટ-લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે. મંદાકિનીની પહેલી હિન્દી ફિલ્મ હતી ‘રામ તેરી ગંગા મૈલી’ (1985) અને છેલ્લે 1996માં એ ‘ઝોરદાર’ ફિલ્મમાં જોવા મળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]