આમિરે ‘ફિર ના ઐસી રાત’ને લઈને પ્રીતમને સલાહ આપી

મુંબઈઃ જૂના જમાના અથવા નવા જમાનાનાં ગીતો નામની કોઈ બાબત નથી હોતી. પ્રીતમને ‘ફિર ના ઐસી રાત આયેગી’ વિશે સલાહ આપતાં બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાને કહ્યું હતું કે ગીત સારું કે ખરાબ હોઈ શકે. કેટલાક દિવસ પહેલાં લાલ સિંહ ચઢ્ઢાના મેકર્સને અપકમિંગ ફિલ્મમાં આવનારા ગીત ‘ફિર ના ઐસી રાત આયેગી’નો ફર્સ્ટ લુક જારી કર્યો હતો. આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર આ ગીતમાં રૂપા અને લાલના સંબંધોની ખૂબસૂરતીને દર્શાવવાના પ્રયાસ થયા છે.

આ ગીતના વિડિયોમાં આમિર દાઢીવાળા લુકમાં પ્રીતમને સલાહ આપતા દેખાઈ રહ્યો છે. મને લાગે છે કે તમે ડરેલા છો, કેમ કે તમે એ જૂના જમાનાનું સંગીત અને તમે એનો ઘણી વાર ઉલ્લેખ કર્યો છે. તમે બધી ચિંતાઓને ભૂલી જાઓ.  https://twitter.com/AKPPL_Official/status/1539552465909317633

એની કેપ્શનમાં આમિરની ટીમે ઉલ્લેખ કર્યો છે, અમે વધુ સહમત ના થઈ શકીએ, જ્યારે તમે ધૂન પ્રતિ ઇમાનદાર હોવ છો તો એક અજીબ જાદુ વિખેરાય જાય છે.

આમિર ખાને ગાયકના નામનો ખુલાસો નથી કર્યો, પણ સંગીત પ્રીતમે આપ્યું છે. આ ગીતને 24 જૂને રાતે 11 કલાકે રિલીઝ કરવામાં આવશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]