નવી દિલ્હીઃ ‘તાંડવ’ વેબ સિરીઝને લઈને ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે માફી માગી છે. તેમણે કહ્યું હતું કે એમેઝોન પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝની કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સનો હેતુ કોઈ પણ વ્યક્તિ, જાતિ, સંપ્રદાય, ધર્મ અથવા અમુક સામૂહિક જૂથની લાગણી દૂભવવાનો નહોતો. એના હેઠળ કોઈ સંસ્થા, રાજકીય પક્ષ અથવા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિના સન્માનને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદો નહોતો. ‘તાંડવ’ની કાસ્ટ અને ક્રૂએ લોકોની મુશ્કેલીને જાણી છે. જોકોઈની લાગણી દુભાઈ હોય તો એના માટે અમે બિનશરતી માફી માગીએ છીએ.
અમે વેબ સિરીઝ તાંડવ વિશેના દર્શકોના પ્રતિભાવો પર નજર રાખી રહ્યા છીએ. ઇન્ફોર્મેંશન અને બ્રોડકાસ્ટિંગ મંત્રાલયે અમને વેબ સિરીઝના વિવિધ પાસાં અંગે અનેક ફરિયાદો અને પત્રો મળ્યાની માહિતી આપી છે. વલી આ વેબ સિરીઝના વેબ કન્ટેન્ટથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઇરાદો નહોતો, એમ તેમણે જણાવ્યું હતું. આવી નોંટ ડિરેક્ટર અલ અબ્બાસ ઝફરે ટ્વિટર પર શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે દિલથી લોકોની લાગઠીને ઠેસ પહોંચાડવા બદલ માફી માગીએ છીએ.
Our sincere apologies . pic.twitter.com/Efr9s0kYnl
— ali abbas zafar (@aliabbaszafar) January 18, 2021
તાંડવ વેબ સિરીઝ કલ્પનાત્મક કૃતિ છે અને એમાં આવતી વ્યક્તિ અને ઘટનાઓનો સંયોગ છે. કાસ્ટ અને ક્રૂનો કોઈની ભાવનાઓને દૂભવવાનો હતો. આ વેબ સિરીઝમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા અને મોહમ્મદ ઝિશન ઐયુબ અભિનિત વેબ-શોમાં ભગવાન શિવનાં દ્રશ્યો પર ઝડપથી આક્રોશ ફેલાયો હતો.
લખનઉમાં અલી, ભારતીય મૂળના એમેઝોનના વડા અપર્ણા પુરોહિત, હિમાંશુ કૃષ્ણા મેહરા, લેખક ગૌરવ સોલંકી અને અન્ય સામે FIR દાખલ કરવામાં આવ્યા છે.