ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થતાં કંગના ભડકી

મુંબઈઃ પોતાનો વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે એવું હેશટેગ (#SuspendKanganaRanaut) આજે ટ્વિટર પર આખો દિવસ ટ્રેન્ડિંગમાં રહેતાં બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતે તેની આગવી સ્ટાઈલમાં, તીખા શબ્દોમાં પ્રત્યાઘાત આપ્યાં છે.

કંગનાએ તાંડવ વેબસિરીઝને કારણે થયેલા વિવાદ બદલ અભિનેતા સૈફ અલી ખાન અને દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરની ટીકા કરી હતી. ત્યારબાદ એણે એક ટ્વીટ કર્યું હતું. એનાં તે ટ્વીટને વાંધાજનક ગણાવીને ઘણા નેટયૂઝર્સે ટ્વિટરને રિપોર્ટ કર્યું હતું. તેને પગલે કંગનાનો એકાઉન્ટ અમુક સમય સુધી બંધ રહ્યો હતો. આ જાણકારી કંગનાએ જ આપી છે. એણે આ માટે ‘લિબરલ્સ’ લોકોને ધમકાવ્યા છે અને ધમકી આપી છે કે પોતે એમનું જીવવું હરામ બનાવી દેશે. કંગનાએ લખ્યું છે કે, લિબરલ્સ હવે એમના ચાચા (ટ્વિટરના સીઈઓ જેક ડોરસે) પાસે જઈને રડવા લાગ્યા અને મારો એકાઉન્ટ સસ્પેન્ડ કરાવ્યો. મારો એકાઉન્ટ કે મારી વર્ચ્યુઅલ ઓળખ ગમે ત્યારે દેશ માટે શહીદ થઈ શકે છે, પરંતુ મારું રીલોડેડ દેશભક્તિ વર્ઝન ફિલ્મો દ્વારા કમબેક કરશે. હું તમારા લોકોનું જીવવું હરામ બનાવી દઈશ.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]