લિયોનેલ મેસ્સીને રેડ-કાર્ડ અપાતાં બે મેચમાં પ્રતિબંધ

બાર્સેલોનાઃ સ્પેનિશ ફૂટબોલ સંઘે લિયોનેલ મેસ્સી પર બે મેચમાં રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સ્પેનિશિયન સુપર કપ ફાઇનલમાં લિયોનેલ મેસ્સીએ વિરોધી ખિલાડી પર હુમલો કર્યો હતો. રવિવારે થયેલી મેચમાં વધારાના સમયમાં એથ્લેટિકના ફોર્વર્ડ ફૂટબોલર વિલાલિબ્રેની સામે મેસ્સીએ ગુસ્સો વ્યક્ત કરતાં તેને રેડ કાર્ડ મળ્યું હતું.

 બાર્સેલોનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી પર 12 મેચનો પ્રતિબંધ લાગે એવી શક્યતા હતી, કેમ કે તેણે બિલવાઓના ખિલાડી પર હાથ ઉપાડ્યો હતો. બાર્સેલોનાએ આ સિરીઝમાં 2-3થી હાર ખમવી પડી હતી. સંઘની હરીફાઈ સમિતિએ આ ઘટનાને વધુ ગંભીર નહોતી ગણી, એટલે લિયોનેલ મેસ્સીને ઓછી સજા થઈ હતી. મેસ્સી 29 જાન્યુઆરી લીગમાં બિલવાઓની મેચમાં પાછો ફરી શકશે.

બાર્કાએ કહ્યું હતું કે તેઓ પ્રતિબંધ માટે અપીલ કરશે. રવિવારે રમાઈ રહેલી એ મેચમાં વધારાના સમય સુધી મેચ ખેંચાઈ હતી, જ્યાં મેસ્સીને છેલ્લી મિનિટ એથ્લેટિક બિલવાઓના ફોર્વર્ડ એસિયર વિલાલિબ્રેથી ગેરવર્તન આચરવામાં આવ્યા પછી લાલ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. મેસ્સીના મારને કારણે વિલાલિબ્રે મેદાન પર પડી ગયો હતો. લિયોનેલ મેસ્સીને 754 મેચોમાં બાર્સેલોના મવતી રમતાં સૌપ્રથમ વાર રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું.  રેફરી ગિલ માનજાનોએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે લિયોનેલ મેસ્સીએ ગુસ્સામાં વિરોધી પર પ્રહાર કર્યો હતો, જ્યારે ફૂટબોલ તેની પાસે પણ નહોતો. લિયોનેલ મેસ્સીના હાલમાં બાર્સેલોના ક્લબના સંચાલકો સાથે મતભેદના અહેવાલ હતા, જે પછી તેણે માત્ર એક સીઝન અહીં રમવાનો નિર્ણય કર્યો હતો.