ખુશી કપૂર પણ બોલીવૂડમાં એન્ટ્રી કરશે

મુંબઈઃ સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની નાની પુત્રી ખુશી પણ ફિલ્મોમાં કામ કરશે. આ જાણકારી બોની કપૂરે જ એક મુલાકાતમાં આપી છે. જોકે ખુશીની મોટી બહેન જ્હાન્વીએ 2018માં ‘ધડક’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

એક મુલાકાતમાં બોની કપૂરે કહ્યું કે, હા, ખુશી પણ અભિનયક્ષેત્રે પ્રવેશ કરવા આતુર છે. અમે એ વિશે ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે જાહેરાત કરીશું. જોકે ખુશીની પહેલી ફિલ્મ પોતે નહીં બનાવે એવી સ્પષ્ટતા પણ બોની કપૂરે કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]