તબ્બુ સહિત બોલીવૂડ સ્ટાર્સ હેકિંગનો શિકાર

નવી દિલ્હીઃ હાલના દિવસોમાં કેટલાક બોલીવૂડ સ્ટાર્સ હેકિંગનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અનેક સ્ટાર્સના સોશિયલ મિડિયા અકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે. હવે આ કડીમાં ફિલ્મ અભિનેત્રી તબ્બુનું નામ સામેલ છે. તબ્બુનું પણ સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક થઈ ચૂક્યું છે. આ વાતની માહિતી અભિનેત્રીએ સોશિયલ મિડિયામાં શેર કરી હતી.

તબ્બુએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટની સાથે તેણે તેના ફેન્સને સચેત કર્યા હતા કે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કેટલીક લિન્ક આવે તો એને ક્લિક ના કરો. અભિનેત્રીએ તેની ઇન્સ્ટા પોસ્ટ પર લખ્યું હતું કે હેક  એલર્ટ, મારું એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. કૃપા કરીને મારા એકાઉન્ટથી મળેલી કોઈ પણ લિન્ક પર ક્લિક ના કરો.

તબ્બુનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે. એ પહેલાં બોલીવૂડ અભિનેત્રી ઇશા દેઓલનું સોશિયલ મિડિયા અકાઉન્ટ હેક થયું હતું. ઇશાએ પણ  તેના ફેન્સને નિવેદન કર્યું હતું કે તેના એકાઉન્ટથી મળેલા મેસેજનો જવાબ ના આપે. આ સિવાય તેણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું આઇડી પણ પોસ્ટ શેર કર્યું હતું. ઇશાએ તેના ફોલોઅર્સથી અસુવિધા બદલ માફી માગી હતી. તેણે લખ્યું હતું કે મારું ઇન્સ્ટાગ્રામ આઇડી imeshadeol છે.

અભિનેત્રી સુસ્મિતા સેનના પુત્રી રેને સાયબરનું એકાઉન્ટ સોશિયલ મિડિયા અકાઉન્ટ હેક થયું હતું. સુસ્મિતાએ  સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે કોઈ બેવકૂફે મારી પુત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. રેને નવેસરથી શરૂઆત કરવા માટે બહુ ખુશ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]