સુષ્મિતા સેને નવા લુકથી ચાહકોને કર્યા ઘાયલ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સુષ્મિતા સેને પોતાની નવી હેરસ્ટાઈલ કરાવી છે, જેનો વિડિયો અભિનેત્રીએ મિત્રો સાથે શેર કર્યો. સુષ્મિતા સેને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા હેર લુકનો વિડિયો પોસ્ટ કર્યો, જેમાં અભિનેત્રી પોતાની નવી હેરસ્ટાઈ સાથે જોવા મળી રહી છે. સુષ્મિતાનો આ અંદાજ તેમના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વિડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યુ ‘મત દેખો મે બદલ રહી હું’.

સુષ્મિતા સેનના આ વિડિયો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં અભિનેત્રી બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. સુષ્મિતાની આ નવી સ્ટાઈલ જોવા જેવી છે. હાલમાં જ અભિનેત્રીએ માલદીવમાં તેમના બોયફ્રેન્ડ અને પુત્રીઓ સાથે રજા માણતી જોવા મળી હતી. આ દરમ્યાન તેમનો એક વિડિયો ખુબ વાયરલ થયો હતો. આ વિડિયોમાં અભિનેત્રી વ્હાઈટ કલરના આઉટફિટમાં સમુદ્રમાં મસ્તી કરતી જોવા મળી હતી.

પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેન આજકાલ મોડલ રોહમન શૉલને ડેટ કરી રહી છે. અવારનવાર આ બંનેના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]