પ્રાણીઓના રક્ષણના કાયદા કડક બનાવોઃ સિદ્ધાર્થ મલ્હોત્રાની પીએમ મોદીને અપીલ

મુંબઈ – બોલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે તેઓ પ્રાણીઓના રક્ષણ માટેના કાયદાઓને વધારે કડક બનાવે અને જે લોકો પ્રાણીઓ પર ક્રૂરતા આચરે એમને વધારે કડક પેનલ્ટી ફટકારવામાં આવે એવી વિનંતી પણ કરી છે.

સિદ્ધાર્થે આ પત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) વતી લખ્યો છે.

સિદ્ધાર્થે પત્રમાં એવો નિર્દેશ કર્યો છે કે ભારતમાં 1960ની સાલમાં ઘડાયેલા કાયદા પ્રીવેન્શન ઓફ ક્રૂએલ્ટી ટુ એનિમલ્સ એક્ટમાં બહુ ઓછી પેનલ્ટી છે. જેમ કે, પ્રાણી પર અત્યાચારનો પહેલી વાર ગુનો કરનારને વધુમાં વધુ રૂ. 50નો દંડ છે.

સિદ્ધાર્થનું માનવું છે કે પ્રાણીઓ પર ક્રૂરતા દાખવનારાઓને જો જેલની સજા કરાય અને દંડ પણ મોટી રકમનો વસૂલ કરાય તો આ પ્રકારના ગુનાઓ ઘટી જશે.