મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની આગામી હિન્દી ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગને કારણે છેલ્લા અમુક દિવસોથી ચર્ચામાં છે. ફિલ્મના સેટ પરની અનેક તસવીરો અને વિડિયો ક્લિપ્સ શેર કરવામાં આવ્યા છે અને સોશિયલ મિડિયા પર વાઈરલ થયા છે. એવા એક વિડિયોમાં શાહરૂખ દિલધડક સ્ટન્ટ કરતો જોઈ શકાય છે.
કહેવાય છે કે આ વિડિયો દુબઈમાં શૂટ કરાયો હતો. શાહરૂખની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન કંપનીએ આ વિડિયો શેર કર્યો છે. શાહરૂખને આ રીતે દિલધડક સ્ટન્ટ કરતો તેના ચાહકોએ અગાઉ ક્યારેય એને જોયો નથી. આ વિડિયો જુઓ તો જ ખ્યાલ આવશે. ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાને હજી એક જ દિવસ થયો છે અને આ વિડિયો-પોસ્ટને હજારો લાઈક્સ મળ્યા છે. શાહરૂખ છેલ્લે 2018માં ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. કહેવાય છે કે રાજકુમાર હિરાનીની નવી ફિલ્મમાં એ જોવા મળવાનો છે. ‘પઠાણ’ ફિલ્મમાં એની હિરોઈન હશે દીપિકા પદુકોણ, જેની સાથે તેણે આ પહેલાં ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યૂયર’ ફિલ્મોમાં કામ કર્યું હતું.
Shah Rukh Khan amazing air stunt video
