પ્રિયંકા ચોપરાએ ગર્ભવસ્થાની જાહેરાત કરી અને…

ન્યૂયોર્કઃ અમેરિકન ગાયક નિક જોનસને પરણેલી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એનાં એક પારિવારિક શૉ ‘ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’માં ભાગ લીધો હતો અને ત્યાં એણે સ્ટેજ પર પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી, જેને કારણે એનો પતિ નિક તથા એના બંને ભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, એમના ચહેરા પર ગુસ્સો છવાઈ ગયેલો જોઈ શકાયો હતો.

આ શો હાલ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરાઈ રહ્યો છે અને એમાં અમેરિકાના મનોરંજન ક્ષેત્રની કેટલીક નામાંકિત વ્યક્તિઓ સામેલ છે. પ્રિયંકાએ જ્યારે સ્ટેજ પર માઈક હાથમાં લીધું ત્યારે એક એવી મજાક કરી હતી કે જેને કારણે એનાં પતિ નિકને અમુક સેકંડ પૂરતો તંગ કરી દીધો હતો. પ્રિયંકાએ એકદમ ધીમા સ્વરમાં જાહેરાત કરી હતી કે હું અને નિક માતા-પિતા બનવાની તૈયારીમાં છીએ. એ સાંભળીને નિકનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. વાસ્તવમાં, પ્રિયંકાએ આ મોટી જાહેરાત કરીને નિકની થોડીક ટીખળ કરી હતી. પ્રિયંકા બોલી હતી કે પરિવારમાં હું અને નિક જ માત્ર એવા દંપતી છીએ જેમને બાળકો નથી, પરંતુ ટૂંક સમયમાં જ હવે અમારે ત્યાં પણ બાળકનું આગમન થશે, કારણ કે પોતે ગર્ભવતી થઈ છે. નિકના ચહેરા પર ગુસ્સો જોતાં તરત જ પ્રિયંકા હસી પડી હતી અને કહ્યું કે આ તો માત્ર એક મજાક છે. સાંભળીને નિકના પ્રત્યાઘાત તમે જોયાને કેવા હતા.