ન્યૂડ ફોટોશૂટ મામલે મુંબઈ પોલીસે રણવીર સિંહનું નિવેદન નોંધ્યું

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ મામલે મુંબઈ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. મુંબઈ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ગયા મહિને રણવીર સિંહ સામે NGO દ્વારા ન્યૂડ ફોટોગ્રાફીની ફરિયાદની સામે FIR નોંધવામાં આવ્યો. ત્યાર બાદ પોલીસે આ કેસની તપાસ માટે રણવીર સિંહને સમન્સ મોકલ્યા હતા. ગઈ કાલે સવારે એક્ટર પોલીસ અધિકારી સમક્ષ હાજર થયો હતો અને આશરે અઢી કલાક સુધી નિવેદન નોંધાવ્યું હતું. પોલીસ અધિકારીઓને આપેલા નિવેદનમાં રણવીર સિંહે કહ્યું હતું કે તેણે ફોટો અપલોડ નથી કર્યા. તેણે એમ પણ કહ્યું હતું  કે તેને એ વાતનો અહેસાસ નહોતો કે આ ફોટોશૂટ તેના માટે મોટી મુશ્કેલી બનશે.

મુંબઈ પોલીસે ભારતીય દંડ સંહિતાની અનેક કલમો અનુસાર રણવીર સિંહ સામે FIR નોંધ્યો હતો, જેમાં કલમ 292 (અશ્લીલ પુસ્તકોના વેચાણ, વગેરે) 293 (યુવા લોકોને અશ્લીસ વસ્તુઓનું વેચાણ), 509 શ્(શબ્દ, અશારા કે એક મહિલાની લાજનું અપમાન કરવાનો ઇરાદો) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

રણવીર સિંહે 21 જુલાઈએ તેના ન્યૂડ ફોટો ઓનલાઇન શેર કર્યા હતા, આ ફોટોમાં રણવીર બર્ટ રેનોલ્ડ્સનો પ્રસિદ્ધ ફોટાનું અનુકરણ કરતાં તે નગ્ન અવસ્થામાં સૂતેલો દેખાય છે.

રણવીર આવનારા દિવસોમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં પૂજા હેગડે અને જેકલિન ફર્નાન્ડિસ દેખાશે. આ ફિલ્મ 23 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ઉપરાંત તે કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આલિયા ભટ્ટ સાથે દેખાશે.