કરીનાનો આજે 42મો જન્મદિવસઃ જીવન યાત્રા પર એક નજર…

નવી દિલ્હીઃ કરીના કપૂર ખાન બોલીવૂડની ટોચની એક્ટ્રેસોમાંની એક છે. કરીના અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. કરીના આજે તેનો 42મો જન્મદિવસ ઊજવી રહી છે, ત્યારે તેના ફેન્સ તેને સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યા છે. ચાલો આપણે તેની જીવન યાત્રા પર એક નજર નાખીએ….

કરીનાનો જન્મ 21 સપ્ટેમ્બર, 1980એ મુંબઈમાં થયો હતો. તેનાં પિતા એક્ટર રણધીર કપૂર અને માતા બબિતા કપૂર છે. તેની મોટી બહેન કરિશ્મા કપૂર છે. કરિષ્મા પણ બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. તેનું બચપનથી જ ફિલ્મમાં કામ કરવાનું સપનું હતું. જોકે તેના પરિવારમાં મહિલાઓ ફિલ્મજગતમાં કામ કરે એ પસંદ નહોતું, પણ તેની માતા બબિતા તેની દીકરીઓને હિરોઇન બનાવવા માગતી હતી. જેથી તેણે એક મોટુ પગલું ભર્યું હતું.અહેવાલો મુજબ બે દીકરીઓને હિરોઇન બનાવવા માટે બબિતાએ રણધીર કપૂરથી અલગ રહેવાનું નક્કી કર્યું હતું. પહેલાં કરિશ્માએ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેથી કરીના માટે બોલીવૂડમાં પદાર્પણ કરવું સરળ થયું હતું. કરીનાએ વર્ષ 2000માં બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ ‘રેફ્યુજી’ હતી, આ જ ફિલ્મમાં તેને ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યુનો એવોર્ડ મળ્યો હતો. 

કરીનાએ ત્યાર બાદ પાછું વાળીને જોયું નથી, તેણે ફિલ્મજગતમાં અનેક સુપરહિટ ફિલ્મો- ‘ગોલમાલ’, ‘3 ઇડિયટ્સ’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘બજરંગી ભાઇજાન’માં કામ કર્યું છે.તેણે સૈફ અલી ખાન સાથે વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં. તેણે તેના લગ્નજીવનમાં બે પુત્રોને જન્મ આપ્યો છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]