કંગના રણોતે મરામત કરેલી ઓફિસની મુલાકાત લીધી

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોત મનાલીમાં પરિવાર સાથે પરિવાર સાથે કેટલોક સમય ગાળ્યા પછી મુંબઈ પરત ફરી છે. તેણે મુંબઈમાં તેની બાંદરા ઓફિસની મુલાકાત લીધી હતી, જેને BMC દ્વારા ગેરકાયદે માળખાને તોડી પાડવામાં આવ્યું હતું. હાલ કંગનાની આ ઓફિસનું રિનોવેશનનું કામ ચાલુ છે.  તેણે તેની ટીમ સાથે તેની મિલકતનું ઇન્સ્પેક્શન કર્યું હતું. મણિકર્ણકા એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાતી હતી અને તે બધા સાથે હળીમળી રહી હતી.  

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વિડિયોમાં કંગના રણોત તેની ટીમ સાથે મુંબઈની ઓફિસમાં પ્રવેશતાં દેખાઈ હતી. ‘પંગા’ અભિનેત્રીએ સિમ્પલ વ્હાઇટ મેક્સી ગાઉન પહેર્યો હતો. કંગના રણોતના વાકંડિયા વાળ અને ગોગલ્સ તેના આ લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.તેણે ડાર્ક સનગ્લાસ પહેર્યા હતા. આ વિડિયોમાં કંગના રણોત તેની ટીમના સભ્યો સાથે તેની ઓફિસની જગ્યા વિશે કેટલીક ચર્ચા કરતી જણાતી હતી. તેણે સંપૂર્ણ પ્રોપર્ટીનું નિરીક્ષણ કરતી હતી અને કામની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું.

કંગના હાલમાં જ કોરોના સંક્રમણને માત આપીને આવી છે. કંગના છેલ્લે ‘પંગા’ ફિલ્મમાં જોવા મળી હતી, જે માટે તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ફિલ્મનો એવોર્ડ મેળવ્યો હતો. તેની ફિલ્મો ‘થલાવી’, ‘ધાકડ’ અને ‘તેજસ’ પાઇપલાઇનમાં છે.

,

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]