કેટરીના-વિકી વચ્ચે સંબંધ છેઃ હર્ષવર્ધન કપૂર

મુંબઈઃ બોલીવુડ કલાકારો કેટરીના કૈફ અને વિકી કૌશલ વચ્ચે વાસ્તવિક જીવનમાં સંબંધ હોવાના અહેવાલોએ ચર્ચા ચગાવી છે. હવે અહેવાલોને એક મહત્ત્વની વ્યક્તિ તરફથી સમર્થન મળ્યું છે. અભિનેતા અનિલ કપૂરના પુત્ર અને અભિનેતા હર્ષવર્ધન કપૂરે કહ્યું છે કે કેટરીના અને વિકી ઘણા વખતથી એકબીજાને ડેટ કરે છે. Zoom ‘By Invite Only Season 2’ સાથેની વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું હતું કે કેટરીના અને વિકી સાથે જ છે અને એમનાં વિશે જે ચર્ચા ચાલી રહી છે એ સાચી છે. મને લાગે છે કે આ જણાવ્યા બાદ મારી સામે મુશ્કેલી ઊભી થવાની.

જોકે આ વિશે કેટરીના કે વિકી તરફથી કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ વિકીને કેટરીનાનાં નિવાસસ્થાને જોવામાં આવ્યો હતો. તે પછી બંને જણ ઘણી વાર ગૂપચૂપ મળતાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. હવે આ બંને જણ એમની વચ્ચેના સંબંધ વિશે ફોડ પાડે એ જરૂરી છે.

હર્ષવર્ધન કપૂર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]