‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના નિર્માતાઓ સામે હાઈકોર્ટમાં કેસ

મુંબઈઃ શહેરના દક્ષિણ ભાગમાં આવેલા કમાઠીપુરા વિસ્તારના રહેવાસીઓએ આવતા શુક્રવારથી રિલીઝ થનારી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના નિર્માતાઓ સામે મુંબઈ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. એમણે પીટિશનમાં એવી માગણી કરી છે કે કોર્ટ નિર્માતાઓને આદેશ આપે કે તેઓ ફિલ્મમાંથી કમાઠીપુરા નામ દૂર કરે. નાગરિકોનું કહેવું છે કે આલિયા ભટ્ટને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ આખા કમાઠીપુરા વિસ્તારને બદનામ કરે છે કે તે આખો રેડ લાઈટ વિસ્તાર છે અને ત્યાં રહેતી બધી મહિલાઓ વેશ્યાઓ છે.

હાઈકોર્ટે આ પીટિશન પર આવતીકાલે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.