‘પઠાણ’નો ખલનાયકઃ રિલીઝ કરાયો જોન અબ્રાહમનો ફર્સ્ટ-લૂક

મુંબઈઃ શાહરૂખ ખાન અભિનીત આગામી એક્શન થ્રિલર હિન્દી ફિલ્મ ‘પઠાણ’માં જોન અબ્રાહમ ખલનાયકની, પણ મહત્ત્વની ભૂમિકામાં છે. નિર્માતા યશરાજ ફિલ્મ્સે જોનનો ફર્સ્ટ લૂક બહાર પાડ્યો છે. એની કેપ્શનમાં લખ્યું છેઃ ‘’પઠાણ’માં આગ લગાડવા તૈયાર થઈ ગયો છે જોન અબ્રાહમ. YRF50 સાથે ‘પઠાણ’નો સત્કાર કરજો, 25 જાન્યુઆરી, 2023ના રોજ, તમારી નજીકના થિયેટરમાં. રિલીઝ કરાશે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં.’

જોન અબ્રાહમે સોશ્યલ મીડિયામાં પોતાની તસવીરને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ‘જીવનભરનું મિશન શરૂ થવાનું છે. YRF50 સાથે ‘પઠાણ’નો સત્કાર કરજો, 25 જાન્યુઆરી, 2023ના રોજ, તમારી નજીકના થિયેટરમાં. રિલીઝ કરાશે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં.’

શાહરૂખે પણ આ તસવીરને શેર કરી છે અને લખ્યું છેઃ ‘આ બહુ જ ટફ છે અને ગમે તે રીતે ત્રાટકે છે, પ્રસ્તુત છે ‘પઠાણ’માંથી જોન અબ્રાહમ. YRF50 સાથે ‘પઠાણ’નો સત્કાર કરજો, 25 જાન્યુઆરી, 2023ના રોજ, તમારી નજીકના થિયેટરમાં. રિલીઝ કરાશે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં.’ ફિલ્મમાં દીપિકા પદુકોણ મુખ્ય અભિનેત્રી તરીકે છે. નિર્માતાઓ આ પહેલાં શાહરૂખ અને દીપિકાનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી ચૂક્યાં છે.