મલાઇકા-અરબાઝ વચ્ચે શું બધું ઠીક થઈ રહ્યું છે?

નવી દિલ્હીઃ મલાઇકા અરોડા બોયફ્રેન્ડ અર્જુન કપૂરની સાથે અનેક વાર દેખાય છે, પણ આ રવિવારે લંચ સમયે તે બોયફ્રેન્ડની સાથે નહીં, પણ એક્સ હસબન્ડ અરબાઝ ખાનની સાથે હતી. એ વખતે મલાઇકાનો પરિવાર પણ સાથે દેખાયો હતો, જેથી લોકો અટકળો લગાવી રહ્યા હતા કે શું બંનેની વચ્ચે બધું ઠીક થઈ રહ્યું છે?

મલાઇકા અરોડાએ રવિવારે ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાનની સાથે ફેમિલી લન્ચ કર્યું હતું. એ દરમ્યાન પુત્ર અરહાન ખાન સિવાય પરિવારના નજીકના સભ્યો હાજર હતા. જોકે લંચ પછી મલાઇકા બહાર જતા દેખાઈ. તેના ગયા પછી અમૃતા અરોડા, તેનો પુત્ર, તેની માતા, અરબાઝ ખાન અને તેનો પુત્ર પોઝ આપતા નજરે ચઢ્યા હતા. આ ફેમિલી લંચ માટે મલાઇકાએ સફેદ ટીશર્ટ અને શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. તેણે પોતાના લુકને રેડ બૂટ્સ સાથે કમ્પ્લીટ કર્યું હતું. અરબાઝ ખાન કેઝ્યુઅલ લુકમાં નજરે ચઢ્યો હતો. તેના પુત્રએ ડાર્ક લીલા રંગનું ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. લંચ કર્યા પછી બધા જ્યારે બહાર નીકળ્યા તો મલાઇકાની માતાએ ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેણે તેની માતા સાથે તો પોઝ તો ન આપ્યો, પણ અરબાઝને જોઈને બોલાવ્યો અને પ્રેમથી ગળે લગાડ્યો હતો.

મલાઇકા અને અરબાઝના 2017માં તલાક થયા હતા. અહેવાલ મુજબ અરબાઝ મોડલ જ્યોર્જિયા એન્ડ્રયાનીને ડેટ કરી રહ્યો છે, જ્યારે મલાઇકા અને અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]