અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા-કબજાને ઈમરાન ખાનનું સમર્થન

ઈસ્લામાબાદઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન બળવાખોર સંગઠને સત્તા હસ્તગત કરી તેને પડોશના પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સમર્થન આપ્યું છે. ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તાગ્રહણ કરી એ ગુલામીની જંજીર તોડવા સમાન છે. ઈમરાન ખાને આ નિવેદન એમના શાસક પક્ષ તેહરીક-એ-ઈન્સાફના એક શિક્ષણલક્ષી કાર્યક્રમ વખતે પોતાના સંબોધનમાં કર્યું હતું.

પાકિસ્તાન પર આરોપ છે કે તેણે તાલિબાન બળવાખોરોને મદદ કરી હતી જેને કારણે તાલિબાનો 20 વર્ષના ગાળા બાદ અફઘાનિસ્તાનમાં ફરીથી સત્તા કબજે કરવામાં સફળ રહ્યા છે. પાકિસ્તાન સત્તાવાર રીતે જણાવ્યું છે કે તે ઈચ્છે છે કે અફઘાનિસ્તાનમાં સત્તાપરિવર્તન શાંતિપૂર્ણ બની રહે.