લારા દત્તા ‘બેલ-બોટમ’માં ઇન્દિરા ગાંધી કેવી રીતે બની? જાણો…

નવી દિલ્હીઃ ફિલ્મ ‘બેલબોટમ’નું મંગળવારે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. લારા દત્તા અક્ષયકુમારની આ ફિલ્મ ‘બેલબોટમ’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. જોકે ટ્રેલર રિલીઝ થયા પછી ફેન્સ વિચારવામાં પડી ગયા કે આમાં લારા દત્તા કેમ નથી દેખાતી?

લારા દત્તાએ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ખુલાસો કર્યો હતો કે તે આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિક ભજવી રહી છે. આ ફિલ્મમાં વાણી કપૂર અને હિમા કુરેશી પણ છે. તેણે આ ઇવેન્ટમાં તેની ભૂમિકા વિશે અટકળ લગાવવા અને અંદાજ સાચો પડે તો મફત ફિલ્મ દેખાડવાની ઓફર કરી હતી. એ પછી તેણે કહ્યું હતું કે ઠઠીક છે, હું ટ્રેલરમાં પણ છું. હું ફિલ્મમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છું.

તમે બધા જાણો છો કો તેમના કાર્યકાળ દરમ્યાન એક હાઇજેક (અપહરણ)ની ઘટના બની હતી. નાટકીય ઘટનાઓને જોતાં એ વખતે એક એવી વ્યક્તિ કેન્દ્રિત હતી, જે કોઈ પણ નાટકીય રીતે સામેલ નહોતી- એટલે એ ચિત્રિત કરવું બહુ જરૂરી હતી. મારી પાસે સારો સમય હતો અને એની પાછળ મે ઘણુંબધું હોમવર્ક કર્યું હતું, કેમ કે એ લાઇફટાઇમ માટે એક તક હતી, જેના માટે હું આભારી છું.

‘બેલબોટમ’ને 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. અક્ષયકુમારે ખુલાસો કર્યો હતો કે ‘બેલ બોટમ’ને 3D ફોર્મેટમાં પણ રિલીઝ કરવામાં આવશે. ‘બેલબોટમ’ના લુક પોસ્ટર્સ પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યાં છે.  ફિલ્મમાં અક્ષયકુમારનો લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.