IT વિભાગે વિવિધ ટેક્સ માટેની સમયમર્યાદામાં વધારો કર્યો

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે મંગળવારે વિવિધ ટેક્સ માટેની સમયમર્યાદા વધારી દીધી છે, જેમાં લેવી અને રેમિટન્સ સંબંધિત સ્ટેટમેન્ટ્સ દાખલ કરવું સામેલ છે. નાણાં વર્ષ 2020-21 માટે ફોર્મ-1ની ઇક્વિલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટની સમયમર્યાદા 30 જૂનની મૂળ તારીખથી વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે.

એપ્રિલ-જૂન ત્રિમાસિક માટે રેમિટન્સ સંબંધે ડીલર્સ દ્વારા રજૂ કરવામાં આવતા 15CCમાં ત્રિમાસિક સ્ટેટમેન્ટ દાખલ કરવાની મૂળ તારીખ 15 જુલાઈથી વધારીને હવે 31 ઓગસ્ટ કરવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT) એ નિવેદનમાં કહ્યું હતું કે કેટલાંક ફોર્મોમાં ઇલેક્ટ્રોનિક ફાઇલિંગમાં ટેક્સપેયર્સ અને અન્ય સ્ટેકહોલ્ડર્સની મુશ્કેલીઓને ધ્યાનમા રાખતાં ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ માટે નિયત તારીખોને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય કેટલીક ઈ-ફાઇલિંગની ઉપલબ્ધ્યા ન હોવાને કારણે CBDTએ પેન્શન અને સોવેરિન વેલ્થ ફંડ્સ દ્વારા સૂચના સંબંધિત ફોર્મને ઇલેક્ટ્રોનિક્સ સ્વરૂપે સબમિટ કરવાની નિયત તારીખોને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જૂન ત્રિમાસિક માટે દેશમાં મૂડીરોકાણ સંબંધિત પેન્શન ફંડ અને સોવેરિન વેલ્થ ફંડ દ્વારા અપાતી માહિતીને 31 જુલાઈ સુધી આપવાની હતી, જે હવે 30 સપ્ટેમ્બર સુધી રજૂ કરી શકાશે.

 નવા આવકવેરા પોર્ટલમાં ટેક્નિકલ સમસ્યા ઊભી થવાને લીધે ટેક્સપેયર્સને આમે સમયમર્યાદામાં ટેક્સ ભરવામાં મુશ્કેલીઓ પડત અને કેટલાય ટેક્સપેયર્સ સમયમર્યાદા ચૂકી જાત, એમ નાંગિયા એન્ડ કંપનીના ભાગીદાર શૈલેશકુમારે જણાવ્યું હતું.