મુંબઈઃ આગામી નવી હિન્દી ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’નું એક ટીઝર આજે નિર્માતાઓએ રિલીઝ કર્યું છે. રાજકુમાર સંતોષી દિગ્દર્શિત આ ફિલ્મના ટીઝરમાં મહાત્મા ગાંધી અને એમના હત્યારા નથુરામ ગોડસે વચ્ચે વિચારધારાના યુદ્ધની એક ઝલક બતાવવામાં આવી છે. તેમજ ગાંધીજી અને ગોડસેના ક્ષેત્રની પણ એક ઝલક બતાવે છે. જેને કારણે આ ફિલ્મ વિશે દર્શકોની આતુરતામાં ચોક્કસપણે વધારો થશે.
વર્ષ 1947-48ના સમયમાં લઈ જતી આ ફિલ્મ આવતી 26 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. એમાં ઐતિહાસિક પાત્રો દીપક અંતાણી, ચિન્મય માંડલેકર, આરિફ ઝકરીયા, પવન ચોપરા જેવા કલાકારોએ ભજવ્યા છે.
‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ એક કાલ્પનિક દુનિયાની આસપાસ ઘૂમે છે જ્યાં મહાત્મા ગાંધી એમની પર કરાયેલા એક હુમલામાંથી બચી જાય છે અને બાદમાં જેલમાં નથુરામ ગોડસેને મળે છે. એમની વચ્ચેની વાતચીત બાદમાં ઉગ્ર બોલાચાલીમાં પરિવર્તિત થાય છે.