કમાલ આર. ખાનનો દાવોઃ ‘પઠાણ’ની રિલીઝ મુલતવી

મુંબઈઃ સ્વયંઘોષિત સમીક્ષક અને સોશ્યલ મીડિયા પર KRK તરીકે જાણીતા કમાલ આર. ખાને એવો દાવો કર્યો છે કે શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ અભિનીત ‘પઠાણ’ ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મનું શીર્ષક બદલી નાખ્યું છે. તે ઉપરાંત ફિલ્મની રિલીઝ તારીખ પણ મુલતવી રાખી દીધી છે.

અગાઉ કરાયેલી જાહેરાત મુજબ, ‘પઠાણ’ ફિલ્મ આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

કમાલ ખાને ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘એ પાકું થઈ ગયું છે કે ફિલ્મનું ટાઈટલ હવે ‘પઠાણ’ રહ્યું નથી. કેસરી રંગની બિકિની પણ હવે રહી નથી. નિર્માતાઓએ ફિલ્મને રિલીઝ કરવાનું પણ મુલતવી રાખ્યું છે. સત્તાવાર જાહેરાત આજે અથવા આવતીકાલે કરવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ‘પઠાણ’ ફિલ્મ તેના ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકાની ભગવા રંગની બિકિની અને અશ્લીલ ડાન્સ મૂવ્સને કારણે રિલીઝ પૂર્વે જ ખૂબ વિવાદાસ્પદ બની ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]