સલમાન-કેટરીનાની ‘ટાઈગર 3’માં ઈમરાન હાશ્મી બનશે વિલન

મુંબઈઃ સલમાન ખાન અને કેટરીના કૈફને ચમકાવતી ‘ટાઈગર’ સિરીઝની ત્રીજી ફિલ્મ આવી રહી છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ મનીષ શર્મા ‘ટાઈગર 3’ ફિલ્મ બનાવવાના છે. જાસૂસીના વિષયવાળી આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી હશે. ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનાથી મુંબઈના અંધેરી (વેસ્ટ)સ્થિત યશરાજ સ્ટુડિયોમાં શરૂ કરાશે. ‘ટાઈગર’ સિરીઝની પહેલી ફિલ્મ 2012માં આવી હતી, જેનું નામ હતું ‘એક થા ટાઈગર’ અને ત્યારબાદ 2017માં આવી હતી ‘ટાઈગર ઝિંદા હૈ’.

‘ટાઈગર 3’ ફિલ્મ વિશે જોકે મોટા સમાચાર એ છે કે તેમાં ઈમરાન હાશ્મી ખલનાયક બનવાનો છે. આ ફિલ્મનું બજેટ રૂ. 350 કરોડનું હોવાનું કહેવાય છે. ફિલ્મનું થોડુંક (40-45 દિવસોનું) શૂટિંગ યુરોપમાં પણ કરાશે. એ માટે કલાકારો અને યુનિટના સભ્યો આ વર્ષના જૂનમાં ત્યાં જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]