કરોડોની છેતરપીંડીના કેસમાં જેક્લીનને જામીન

નવી દિલ્હીઃ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના છેતરપીંડી-મની લોન્ડરિંગ કેસના સંબંધમાં બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ પણ ફસાઈ છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓએ એની વિસ્તૃૃતપણે પૂછપરછ કરી છે. એને આજે અહીંની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર પણ કરવામાં આવી હતી જ્યાં એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકની આગેવાની હેઠળની બેન્ચે તેને રૂ. 50,000ની રકમના પર્સનલ બોન્ડની ચૂકવણી સામે વચગાળાના જામીન મંજૂર કર્યાં છે.

સુકેશ અને જેક્લીન વચ્ચે મજબૂત સંબંધ હોવાના ઈડી અધિકારીઓને પૂરાવા હાથ લાગ્યા હોવાનો અહેવાલ છે. તપાસનીશ અધિકારીઓએ જેક્લીનનાં બેન્ક એકાઉન્ટ્સની વિગતો પણ મેળવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]