ઇન્ટરનેટ પર છવાઈ દીપિકા પાદુકોણની હમશકલ, ફોટો વાઇરલ…

મુંબઈઃ ઇન્ટરનેટે હવે દીપિકા પાદુકોણની હમશકલને શોધી કાઢી છે. ઇન્ટરનેટ પર ક્યુટ એનિમલ વિડિયો, ડાન્સ વિડિયો કે સેલિબ્રિટીના જેવી હૂબહુ ક્લિપ અને પોસ્ટ મળી રહે છે. દીપિકા પાદુકોણ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝની સૌથી સફળ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. કેટલાય ફેન્સ દીપિકાને ફોલો કરે છે. તેની સ્ટાઇલની કોપી કરે છે. જોકે હવે એવી યુવતીના કેટલાક ફોટો સામે આવ્યા છે, જે હૂબહુ દીપિકા પાદુકોણની જેમ દેખાઈ રહી છે.એનું નામ રિજુતા ઘોષ દેબ છે. રિજુતાના ફોટો સોશિયલ મિડિયા પર છવાયેલા છે. અને ફેન્સ સાનંદાશ્ચર્ય અનુભવી રહ્યા છે કે તેના લુક્સ બિલકુલ દીપિકા જેવા કેવી રીતે છે?

રિજુતા ઘોષ દેબ કોલકાતાની રહેવાસી છે અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિયેટર છે. તેના કેટલાય વિડિયોઝ અને ફોટો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, કેમ કે તે અદ્દલોઅદલ દીપિકા પાદુકોણ જેવી દેખાઈ રહી છે. રિજુતાના ફોટો પર લોકો કોમેન્ટ કરીને દીપિકાની કોપી બતાવી રહ્યા છે.

દીપિકા છેલ્લે ‘ગહેરાઇયાં’ નજરે પડી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદીની મુખ્ય ભૂમિકા છે. હવે દીપિકા શાહરુખ ખાનની સાથે ફિલ્મ ‘પઠાન’માં દેખાશે. શાહરુખ પણ લાંબા સમયે મોટા પડદા નજરે ચઢશે. દીપિકા, શાહરુખ સિવાય આ ફિલ્મમાં જોન અબ્રાહમ પણ મહત્ત્વની ભૂમિકામાં દેખાશે.

દીપિકા ફિલ્મ ‘ફાઇટર’માં ઋત્વિક રોશનની સાથે નજરે ચઢશે. આ ફિલ્મમાં પહેલી વાર મોટા પડદે ઋત્વિક અને દીપિકાની જોડી દેખાશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]