પૂનમ ધિલોનનાં પુત્ર અનમોલની પહેલી ફિલ્મ

મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલોન અને નિર્માતા અશોક ઠાકરિયાના પુત્ર અનમોલ ઠાકરિયા-ધિલોનની પહેલી ફિલ્મ આવતી 19 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. એનું શિર્ષક છે – ‘ટ્યૂસડેઝ એન્ડ ફ્રાઈડેઝ’. આ ફિલ્મને જાણીતા નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી પ્રસ્તુત કરી રહ્યા છે.

તરણવીરસિંહ દ્વારા દિગ્દર્શિત ‘ટ્યૂસડેઝ એન્ડ ફ્રાઈડેઝ’ની હિરોઈન છે ઝટાલેકા, જેની પણ આ પહેલી જ ફિલ્મ છે. ભણસાલીની ફિલ્મ નિર્માણ કંપની ભણસાલી પ્રોડક્શન્સે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ફિલ્મની પોસ્ટર શેર કર્યું છે. સંજય લીલા ભણસાલી ઉપરાંત અન્ય નિર્માતા ભૂષણકુમારે પણ ‘ટ્યૂસડેઝ એન્ડ ફ્રાઈડેઝ’ ફિલ્મ માટે સહયોગ કર્યો છે. પૂનમ અને અશોક ઠાકરિયાને એક મોટી પુત્રી પણ છે – પલોમા. પૂનમ અને અશોક વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે (1997માં). પૂનમે કાયદેસર રીતે બંને સંતાનનો કબજો મેળવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]