મોદીએ NCC કેડેટ્સને બિરદાવ્યાં…

નવી દિલ્હીના પરેડ ગ્રાઉન્ડ (કરિઅપ્પા ગ્રાઉન્ડ) ખાતે 28 જાન્યુઆરી, ગુરુવારે પ્રાઈમ મિનિસ્ટર્સ એનસીસી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) કેડેટ્સની શિસ્ત, નિષ્ઠા અને કામગીરીને બિરદાવી હતી. મોદીએ કહ્યું કે કોરોના સંકટ દરમિયાન લાખો એનસીસી કેડેટ્સે દેશભરમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના વહીવટીતંત્રોને તેમજ સમાજોને મદદ કરીને પ્રશંસનીય કામગીરી બજાવી. દેશમાં પૂર કે અન્ય કોઈ પણ આફત આવે છે ત્યારે એનસીસી કેડેટ્સ લોકોને જે રીતે મદદરૂપ થાય છે તે સરાહનીય છે. મોદીએ કન્યા કેડેટ્સને ખાસ બિરદાવીને કહ્યું કે, દેશને તમારી બહાદુરીની જરૂર છે. એનસીસીમાં કન્યા કેડેટ્સની સંખ્યા વધીને 35 ટકા થઈ છે.

NCC રેલીમાં, વડા પ્રધાન મોદી કેડેટ્સ દ્વારા એમને અપાતા ‘ગાર્ડ ઓફ ઓનર’નું નિરીક્ષણ કરી રહ્યા છે