મુંબઈઃ દેશના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ્સમાંથી એક દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ છે, જેનો સમારંભ મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં આયોજિત થયો હતો અને આ વર્ષના એવોર્ડસના વિજેતાઓને જાહેર કરવામાં આવ્યા હતા. આમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝે’ ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મને સુકુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. દેશમાં આ ફિલ્મને મોટી સફળતા મળી હતી અને આ ફિલ્મને રિવ્યુ પણ પ્રોત્સાહક મળ્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રાની આગેવાની હેઠળની અને પરમવીરચક્રથી સન્માનિત કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત ‘શેરશાહ’ને સૌથી શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ અપાયો હતો. રણવીર સિંહ અને કૃતિ સેનનને ક્રમશઃ બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો હતો.
Congratulations to @RanveerOfficial for winning the award for Best Actor – 83 at Dadasaheb Phalke International Film Festival Awards2022. Your hard work and perseverance have paid off.#dpiff #dpiff2022 #dpiffawards #dpifflegacy #dpiffawards2022 pic.twitter.com/GOAvnTJzM2
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) February 20, 2022
રણવીર સિંહને કપિલદેવની આગેવાની હેઠળ જીતેલા 83 વર્લ્ડ કપને આધારિત ફિલ્મ ‘83’ માટે એવોર્ડ મળ્યો હતો, જ્યારે કૃતિ સેનનને કોમેડી ડ્રામા ‘મિમી’માં પર્ફોર્મન્સ માટે શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
Congratulations to 'Pushpa: The Rise' for winning the award for Film Of The Year at Dadasaheb Phalke International Film Festival Awards2022. Your hard work and perseverance have paid off. #dpiff #dpiff2022 #dpiffawards #dpiffdiaries #dpiffglimpse #dpifflegacy #dpiffawards2022 pic.twitter.com/XSIKCYa23T
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) February 20, 2022
મનોજ બાજપેયી (ધ ફેમિલી મેન 2) અને રવીના ટંડન (અરણ્યક)ને વેબ સિરીઝ માટે બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો. આ સાથે બોલીવૂડની સફળ એક્ટ્રેસ આશા પારેખને 60 અને 70ના દાયકામાં હિન્દી સિનેમામાં તેમના ફિલ્મોદ્યોગમાં યોગદાન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ રહી વિજેતાઓની સંપૂર્ણ યાદી…
બેસ્ટ ફિલ્મ- શેરશાહ બેસ્ટ એક્ટર- રણવીર સિંહ (83) બેસ્ટ એક્ટ્રેસ- ક્રિતી સેનન (મિમી) બેસ્ટ ડિરેક્ટર (કેન ઘોષ (સ્ટેટ ઓફ સીઝઃ ટેમ્પલ એટેક) ફિલ્મ ઓફ ધ યર- પુષ્પાઃ ધ રાઇઝ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અનધર રાઉન્ડ બેસ્ટ એક્ટર ઇન સર્પોર્ટિંગ રોલ- સતીશ કૌશિક (કાગઝઃ) બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ- આયુષ શર્મા (અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ) આઉટસ્ન્ડિંગ કોન્ટ્રિબ્યુશન ટુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી-આશા પારેખ |