તાપસીએ પ્રતિક ગાંધીનો આભાર માન્યો

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુએ સોશ્યલ મિડિયા મારફત એનાં ચાહકો અને ફોલોઅર્સને જાણ કરી છે કે એણે એની આગામી નવી ફિલ્મ ‘વો લડકી હૈ કહાં?’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ ઈન્વેસ્ટિગેટિવ કોમેડી વાર્તાવાળી છે. તાપસીએ એમાં એક બહાદુર પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ કરી રહી છે. પ્રતિક એક અરાજક યુવકનો રોલ કરી રહ્યો છે જેનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ તાપસીનાં પાત્ર કરતાં સાવ અલગ હોય છે.

34 વર્ષીય તાપસીએ કહ્યું છે કે, આ ફિલ્મમાં પોતાની ભૂમિકાને વધારે સારી રીતે ભજવવામાં મદદરૂપ થવા બદલ એ પ્રતિક ગાંધીનો આભાર માને છે. ‘પ્રતિક ગાંધી મારો સહ-કલાકાર બનવા બદલ તારો આભાર. તેં મને મારી ભૂમિકા ભજવવામાં ખરેખર ઘણી સરસ મદદ કરી.’ પ્રતિકે તાપસીની પોસ્ટ અંગે કમેન્ટમાં લખ્યું છે કે, ‘મને પણ આ ફિલ્મમાં તારી સાથે કામ કરવામાં મજા આવી.’

‘વો લડકી હૈ કહાં?’ આ વર્ષમાં રિલીઝ થવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]