એલઆઈસીનો પબ્લિક ઈસ્યૂ 11 માર્ચેઃ અહેવાલ

મુંબઈઃ ભારત સરકાર હસ્તકની જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) તેના શેરનો પબ્લિક ઈસ્યૂ (આઈપીઓ) આવતી 11 માર્ચે બહાર પાડે એવી ધારણા છે. આ ઈસ્યૂ 8 અબજ ડોલરનો (આશરે 60,000 કરોડ રૂપિયાનો) હશે, એમ રોઈટર સમાચાર સંસ્થાએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે.

રોઈટરના અહેવાલ અનુસાર, એલઆઈસીના આઈપીઓને માર્ચના પહેલા અઠવાડિયામાં રેગ્યૂલેટર સંસ્થાની મંજૂરી મળી જવાની ધારણા છે. એન્કર ઈન્વેસ્ટરો માટે આઈપીઓ 11 માર્ચે તથા અન્ય ઈન્વેસ્ટરો માટે એના બે દિવસ પછી ખૂલે એવી ધારણા છે. ભારતની શેરબજારના ઈતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો આઈપીઓ હશે. એલઆઈસી દેશની સૌથી મોટી વીમા કંપની છે.