દુબઈમાં સોનુ નિગમ પરિવાર સહિત કોરોના સંક્રમિત

મુંબઈઃ બોલીવૂડ અને ટીવીના કેટલાક કલાકારો કોરોના સંક્રમિત થયા છે. મશહૂર સિંગર સોનુ નિગમ અને તેનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. સોનુએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને આ વાતની માહિતી આપી હતી. તેણે એ વિડિયોએ જણાવ્યું હતું કે તે, તેની પત્ની અને તેનો પુત્ર કોરોના સંક્રમિત થયા છે.

સોનુ એ વિડિયોમાં કહ્યું હતું કે હું હાલ કોરોના સંક્રમિત છું. હું હાલના સમયે દુબઈમાં છું. મારે ભુવનેશ્વરમાં પર્ફોર્મ કરવા અને સુપર સિંગર સીઝન-ત્રણના શૂટિંગ માટે ભારત આવવાનું હતું, જેના માટે મેં મારો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેં ફરી એક વાર મારો ટેસ્ટ કરાવ્યો તો એ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

સોનુએ કહ્યું હતું કે હું હું મરી નથી રહ્યો. મારું ગળું પણ ઠીક છે, પરંતુ મેં એ લોકો માટે ખરાબ અનુભવી રહ્યો છે, જેને લીધે માર કારણે  તેમનું ઘણું નુકસાન થયું હતું. મેં વાઇરલ અને ખરાબ ગળામાં પણ પ્રોગ્રામ કર્યો છે, પણ આ એનાથી અલગ છે. મને લાગે છે કે આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે.

આપણે ત્રીજી વેવના સંકજામાં આવી રહ્યા છીએ, દરેક જણે સાવધાન રહેવાની જરૂર છે. મને ખરાબ લાગી રહ્યું છે, કેમ કે હજી તો હમણાં કામ કરવાનું શરૂ કર્યું હતું, પણ હવે ફરી ઘરે વગર કામે બેસવું પડશે. મને થિયેટરથી જોડાયેલા લોકો અને ફિલ્મનિર્માતા માટે ખેદ છે. દરેક જણે ધ્યાન રાખવાની જરૂર છે, હાલ હું ઠીક છું.