તસલિમા નસરીને સરોગેટ પેરેન્ટ્સ પર નિશાન સાધતાં વિવાદ

મુંબઈઃ લેખિકા તસલિમા નસરીન વારંવાર નિવેદનોને કારણે સમાચારોમાં રહે છે. તે ફરી એક વાર ચર્ચામાં છે. તસલિમાએ સરોગસી દ્વારા પેરેન્ટ્સ બનેલા સ્ટાર્સ પર નિશાન સાધ્યું હતું. તેમણે સરોગસી દ્વારા માતા બનતી મહિલાઓને સવાલ પૂછ્યા હતા. હાલમાં પ્રિયંકા ચોપડા સરોગસી દ્વારા માતા બની છે. જોકે તસલિમાએ ટ્વીટમાં પ્રિયંકાનું નામ નથી લીધું.  પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હજી હમણાં એક પુત્રીનાં માતા-પિતા બન્યાં છે. લેખિકા તસલિમા નસરીને સરોગસી પર નિશાન સાધતાં બેક-ટુ-બેક કેટલાય ટ્વીટ કર્યા હતા. અહીં સુધી કે તસલિમા નસરીને સરોગસી દ્વારા બાળકોને રેડીમેડ બેબી કહી દીધું હતું. જોકે હવે લેખિકાએ ફરી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે. જોકે સોશિયલ મિડિયા પર તે ટ્રોલ થઈ હતી.

તસલિમા નસરીને ટ્વિટર હેન્ડલ પર એક વધુ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે મારા સરોગસીવાળા ટ્વિટ્સ પર મારો મત અલગ છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસ સાથે એની કોઈ લેવાદેવા નથી. આ કપલનું પ્રેમ કરું છું.

તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે સરોગસી વિશે મારા મતને લીધે લોકો મને ગાળો આપી રહ્યા છે. તેઓ મારા વિચારોને જુનવાણી કહી રહ્યા છે કે હું ભાડે ગર્ભ નથી લેતી.

મારું સૂચન છું કે બેઘર બાળકોને દત્તક લેવા જોઈ અને ગરીબ મહિલાઓનું શોષણ ના કરવું જોઈએ. સાચે જ આ લક્ષણો માટે બાળકોને પેદા કરવા માટે જુનવાણી વિચારો છે. હું ત્યાં સુધી સરોગસીનો સ્વીકાર નથી કરી શકતી, જ્યાં સુધી શ્રીમંત મહિલાઓ સરોગેટ માતા નથી બની જતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]