મુંબઈઃ લેખિકા તસલિમા નસરીન વારંવાર નિવેદનોને કારણે સમાચારોમાં રહે છે. તે ફરી એક વાર ચર્ચામાં છે. તસલિમાએ સરોગસી દ્વારા પેરેન્ટ્સ બનેલા સ્ટાર્સ પર નિશાન સાધ્યું હતું. તેમણે સરોગસી દ્વારા માતા બનતી મહિલાઓને સવાલ પૂછ્યા હતા. હાલમાં પ્રિયંકા ચોપડા સરોગસી દ્વારા માતા બની છે. જોકે તસલિમાએ ટ્વીટમાં પ્રિયંકાનું નામ નથી લીધું. પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હજી હમણાં એક પુત્રીનાં માતા-પિતા બન્યાં છે. લેખિકા તસલિમા નસરીને સરોગસી પર નિશાન સાધતાં બેક-ટુ-બેક કેટલાય ટ્વીટ કર્યા હતા. અહીં સુધી કે તસલિમા નસરીને સરોગસી દ્વારા બાળકોને રેડીમેડ બેબી કહી દીધું હતું. જોકે હવે લેખિકાએ ફરી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે. જોકે સોશિયલ મિડિયા પર તે ટ્રોલ થઈ હતી.
તસલિમા નસરીને ટ્વિટર હેન્ડલ પર એક વધુ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે મારા સરોગસીવાળા ટ્વિટ્સ પર મારો મત અલગ છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસ સાથે એની કોઈ લેવાદેવા નથી. આ કપલનું પ્રેમ કરું છું.
Surrogacy is possible because there are poor women. Rich people always want the existence of poverty in the society for their own interests. If you badly need to raise a child, adopt a homeless one. Children must inherit your traits—it is just a selfish narcissistic ego.
— taslima nasreen (@taslimanasreen) January 22, 2022
My surrogacy tweets are about my different opinions on surrogacy. Nothing to do with Priyanka-Nick. I love the couple.
— taslima nasreen (@taslimanasreen) January 23, 2022
તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે સરોગસી વિશે મારા મતને લીધે લોકો મને ગાળો આપી રહ્યા છે. તેઓ મારા વિચારોને જુનવાણી કહી રહ્યા છે કે હું ભાડે ગર્ભ નથી લેતી.
Ppl are abusing me for my comments on surrogacy.They claim it's my stone-age idea to not rent wombs for making babies.I suggest to adopt homeless children&to not exploit/invade poor women's body. Actually its a stone-age idea by any means to reproduce babies for following traits.
— taslima nasreen (@taslimanasreen) January 24, 2022
I won't accept surrogacy until rich women become surrogate mom.I won't accept burqa until men wear it out of love.I won't accept prostitution until male prostitutions r built & men wait for female customers.Otherwise surrogacy,burqa,prostitution r just exploitation of women& poor
— taslima nasreen (@taslimanasreen) January 22, 2022
મારું સૂચન છું કે બેઘર બાળકોને દત્તક લેવા જોઈ અને ગરીબ મહિલાઓનું શોષણ ના કરવું જોઈએ. સાચે જ આ લક્ષણો માટે બાળકોને પેદા કરવા માટે જુનવાણી વિચારો છે. હું ત્યાં સુધી સરોગસીનો સ્વીકાર નથી કરી શકતી, જ્યાં સુધી શ્રીમંત મહિલાઓ સરોગેટ માતા નથી બની જતી.