અક્ષયકુમારે મુંબઈમાં રૂ.7.80 કરોડમાં નવું ઘર ખરીદ્યું

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે શહેરના ખાર (વેસ્ટ) ઉપનગરમાં નવું રહેઠાણ ખરીદ્યું હોવાનો અહેવાલ છે. આ વૈભવશાળી આવાસ ‘જૉય લેજન્ડ’ બિલ્ડિંગમાં 19મા માળ પર આવેલું છે. તેના આવાસમાં ચાર પાર્કિંગ વ્યવસ્થા છે. મની કન્ટ્રોલના અહેવાલ મુજબ, આ નવું નિવાસ અક્ષયે રૂ. 7 કરોડ 80 લાખમાં ખરીદ્યું છે. તેણે 2021ના ડિસેમ્બરમાં અંધેરી (વેસ્ટ)માં પોતાની ઓફિસ વેચી દીધી હતી અને ત્યારબાદ આ નવી રહેણાક પ્રોપર્ટી ખરીદી હતી. અક્ષય હાલ તેની પત્ની ટ્વિન્કલ તથા પુત્ર આરવ અને પુત્રી નિતારા સાથે જુહુ વિસ્તારના એક લક્ઝરી ડુપ્લેક્સ ઘરમાં રહે છે.

અક્ષયની આગામી ફિલ્મો છેઃ બચ્ચન પાંડે, રામ સેતુ, રક્ષા બંધન અને પૃથ્વીરાજ.