સરોગસીથી માતાપિતા બન્યાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ

મુંબઈઃ બોલીવૂડની મશહૂર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા મા બની ચૂકી છે. પ્રિયંકાએ આ વિશે સોશિયલ મિડિયા અકાઉન્ટ થકી આ માહિતી શેર કરી હતી. અભિનેત્રી સરોગસી દ્વારા માતા બની છે. જોકે તેણે સોશિયલ મિડિયા પર માહિતી આપતાં  તેણે બધાને પોતાની પ્રાઇવસી બનાવવા રાખવાની અપીલ કરી હતી.એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને આ આનંદદાયક સમાચાર શેર કર્યા હતા. થોડીક વાર પહેલાં શેર કરેલી આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે અમને જણવતાં બહુ આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા જન્મેલા અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ. તેણે વધુમાં લખ્યું હતું કે આ ખાસ પ્રસંગૈ અમે સન્માનપૂર્વક અમારી પ્રાઇવસીની માગ કરીએ છીએ, કેમ કે હાલના સમયે અમારું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા ઇચ્છીએ છીએ. બધાનો ધન્યવાદ. એક્ટ્રેસની પોસ્ટ પર ફેન્સની સાથે લારા દત્તા, હુમા કુરેશી, પૂજા હેગડે સહિત તમામ બોલીવૂડ સેલેબ્સે અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે વર્ષ 2018માં એકમેકથી લગ્ન કર્યાં હતાં. બંનેએ રાજસ્થાનમાં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં હિન્દુ અને ખ્રિસ્તી રીતિરિવાજથી લગ્ન કર્યાં હતાં. હાલમાં જ બંને જણે લગ્નની ત્રીજી વર્ષગાંઠ ઊજવી હતી.  કેટલાક દિવસો પહેલાં પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી પતિ નિક જોનસની સરનેમ દૂર કરૂ હતી, જે પછી બંનેના અલગ થવાના સમાચાર છવાયેલા રહ્યા હતા. જોકે એ માત્ર અફવા સાબિત થઈ હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]