‘સંજુ’ ફિલ્મમાંથી ટોઈલેટવાળું દ્રશ્ય કાપી નાખવાનો નિર્માતાઓને આદેશ

નવી દિલ્હી – સેન્સર બોર્ડે આગામી નવી હિન્દી ફિલ્મ ‘સંજુ’ ફિલ્મમાંથી એક દ્રશ્ય કાપી નાખવાનો તેના નિર્માતાઓને આદેશ આપ્યો છે.

એ દ્રશ્યમાં સંજય દત્તનો રોલ ભજવનાર રણબીર કપૂર એની જેલની કોટડીમાં ટોઈલેટ ઉભરાવા લાગતાં મદદ માટે બૂમ પાડે છે.

સેન્સર બોર્ડના એક અધિકારીએ કહ્યું કે આ દ્રશ્ય કાપી નાખવા માટે નિર્માતાઓ સહમત થયા છે.

આ દ્રશ્ય વિશે સેન્સર બોર્ડમાં પૃથ્વી મ્હસ્કે નામના એક સામાજિક કાર્યકર્તાએ કરી હતી. એમની દલીલ હતી કે આ દ્રશ્ય જેલના સત્તાવાળાઓને બદનામ કરે છે.