બિગ Bની ડૂબતી કેરિયરને જયા બચ્ચને બચાવી હતી

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચને સાત હિન્દુસ્તાનીથી કેરિયરની શરૂઆત કરી હતી અને એ પછી સતત 11 ફિલ્મો કરી હતી, પણ બધી ફ્લોપ રહી હતી અને તેણે ફિલ્મો છોડવાનું નક્કી કરી લીધું હતું. આ વાત 1973ની છે. ત્યાર બાદ તેને ઝંઝીર મળી, જે ફિલ્મે એનું નસીબ બદલ્યું હતું, પછી તેણે પાછું વાળીને નથી જોયું. આ ફિલ્મ પહેલાં દિલીપકુમાર, ધર્મેન્દ્ર દેવ આનંદને ઓફર થઈ હતી.

આ બધા હીરોએ આ ફિલ્મ કરવાની ના પાડ્યા પછી બિગ બીના ખાતામાં આ ફિલ્મ આવી હતી. એ સમયે આ સ્ટાર્સે જો હા પાડી હોત તો અમિતાભનું નામ ફિલ્મજગતમાંથી નીકળી ગયું હોત, પણ ફિલ્મ મેકર્સ પાસે કોઈ વિકલ્પ ના બચતાં તેઓ અમિતાભ બચ્ચનની પાસે પહોંચ્યા. જોકે સલીમ-જાવેદની જોડી અમિતાભથી પ્રભાવિત હતી. જોકે અમિતાભને સાઇન કરી લેવામાં આવ્યા હતા.

એ સમયે અમિતાભ પર કોઈ પૈસા લગાવવા તૈયાર નહોતા. આવામાં જયા ભાદૂરી એટલે કે જયા બચ્ચન અને પ્રાણ ફિલ્મમાં સ્ટાર પાવર લઈને આવ્યા હતા. જેથી તેમનાં નામ પર ફિલ્મને ડિસ્ટ્રિબ્યુટર્સ મળી શકે. વળી, સલીમ જાવેદનો વિશ્વાસ કામ આવ્યો અને આ ફિલ્મ હિટ થઈ, જેથી અમિતાભ બચ્ચનની ડૂબતી કેરિયરને એક મોટો બૂસ્ટ મળ્યો હતો.