આયુષ્માન ખુરાનાની રોડીઝથી લઈને નેશનલ એવોર્ડ સુધીની સફર…

નવી દિલ્હીઃ આયુષ્માન ખુરાના એક વર્સેટાઇલ એક્ટર છે. આયુષ્માને અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો કરી છે. દરેક ફિલ્મમાં તેણે એક અલગ ભૂમિકા ભજવી છે. એક્ટર 38મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. વર્ષ 2004માં આયુષ્માન ખુરાના એમટીવીના શો ‘રોડીઝ’માં આવ્યો હતો. આ શોની ટ્રોફી પણ તેણે જીતી હતી. ત્યાર બાદ તેણે એક્ટિંગમાં ડગ માંડ્યા. અહીંથી આયુષ્માનની કેરિયરની શરૂઆત…

આયુષ્માન સ્ટ્રગલના દિવસોમાં ટ્રેનમાં ગીતો પણ ગાતો હતો. આયુષ્માને કપિલ શર્મા શોમાં જણાવ્યું હતું કે તે જ્યારે પશ્ચિમ એક્સપ્રેસ અને પંજાબ મેઇલમાં ગ્રુપ સાથે ચંડીગઢથી મુંબઈ આવતો હતો, ત્યારે બધા ગીતો ગાતા હતા અને લોકોને ખુશ થઈને પૈસા પણ આપતા હતા. આટલું જ નહીં, ટીસી પણ તેમને કહેતો હતો કે તમારી ફર્સ્ટ ક્લાસમાં ડિમાંડ આવી છે, જ્યાં તેમને ખૂબ પૈસા મળતા હતા. આયુષ્માને એક્ટર બનવા માટે ખૂબ સંઘર્ષ કર્યો હતો. તે ઘણી વાર રિજેક્ટ પણ થયો હતો. આયુષ્માનને વર્ષ 2004માં એમટીવી ‘રોડીઝ સીઝન-2’ જીત્યા પછી અસલી ઓળખ મળી હતી.