શિંદે-જૂથના વિધાનસભ્યની મુંબઈમાં ધરપકડ, 14-દિવસ અદાલતી કસ્ટડીમાં

મુંબઈઃ 2018ની સાલમાં કરેલા એક રાજકીય વિરોધ-દેખાવ દરમિયાન એક સરકારી અમલદારને એની ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવાના ગુનાને લગતા એક કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્ય બચ્ચુ કડુ (ઓમપ્રકાશ બાબારાવ કડૂ)ને આજે અહીંની એક અદાલતે 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં મોકલી દીધા છે. ગિરગાંવ વિસ્તારની કોર્ટે કડૂની જામીન અરજી રદ કરી હતી અને કોર્ટના આદેશને પગલે પોલીસે કડૂની ધરપકડ કરી હતી અને એમને કસ્ટડીમાં પૂરી દીધા હતા. બચ્ચૂ કડૂ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના અચલપુર મતવિસ્તારના અપક્ષ વિધાનસભ્ય છે. એ સતત 2004ની સાલથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતતા આવ્યા છે.

આ કેસમાં કોર્ટે કડૂ સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. કડૂ આજે કોર્ટમાં હાજર થયા હતા અને જામીન માટે અરજી કરી હતી, પણ કોર્ટે તેને નકારી કાઢી હતી..

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]