મસ્કતના રનવે પર એર-ઈન્ડિયાના વિમાનમાંથી ધૂમાડો નીકળ્યો

મસ્કતઃ અહીંના એરપોર્ટના રનવે પર આજે એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાનમાંથી ધૂમાડો નીકળતાં 141 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હત. આ ઘટના કોચી જતા બોઈંગ 737-800 વિમાનમાં બની હતી. રનવે પર ટેક્સિંગ કરી રહ્યું હતું ત્યારે એના એન્જિન નંબર-2માંથી ધૂમાડો નીકળતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વિમાનમાં 141 પ્રવાસીઓ અને 6 ક્રૂ સભ્યો હતાં.

(તસવીર સૌજન્યઃ @gulf_news)

ભારતના એવિએશન ક્ષેત્રની નિયામક સંસ્થા ડીજીસીએ આ ઘટનાની તપાસ કરશે. તે ફ્લાઈટમાંના પ્રવાસીઓને એક વૈકલ્પિક ફ્લાઈટ દ્વારા મસ્કતથી કોચી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]