પુણેઃ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક અમોલ પાલેકરને કોરોનાવાઈરસ ચેપી બીમારી લાગુ પડી છે. એમને અહીંની દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત સુધારા પર છે એમ જણાવવામાં આવ્યું છે.
77 વર્ષના પાલેકર રજનીગંધા, ચિત્તચોર, ગોલમાલ, નરમ ગરમ, ઘરોંદા, શ્રીમાન શ્રીમતી, રંગબેરંગી, ભૂમિકા જેવી ફિલ્મોમાં કરેલા અભિનય માટે જાણીતા છે. એમણે મરાઠી ફિલ્મો અને રંગભૂમિ માટે પણ ઘણું યોગદાન આપ્યું છે.
