‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ આલિયાએ ‘ઢોલીડા’-ગીતનું ટીઝર શેર કર્યું

મુંબઈઃ આલિયા ભટ્ટે તેને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનાં ‘ઢોલીડા’ ગીતનું ટીઝર આજે સોશ્યલ મિડિયા પર રિલીઝ કર્યું છે. તેણે ગીતની એક નાનકડી ક્લિપ આજે શેર કરી છે. આખું ગીત આવતીકાલે રિલીઝ કરવામાં આવશે. વિડિયોમાં, આલિયાને ગંગૂબાઈ તરીકે સફેદ સાડીમાં સજ્જ થયેલી જોઈ શકાય છે. એ તેનાં ડાન્સ મૂવ્સની એક ઝલક બતાવે છે અને તે પછી વિડિયો સમાપ્ત થાય છે. દેખીતી રીતે જ, ચાહકોને આખું ગીત જોવા માટે ઉત્સૂક બનાવવાનો નિર્માતાઓનો ઈરાદો છે.

આલિયા ઉપરાંત અજય દેવગન, વિજય રાઝ, સીમા પાહવા, શાંતનૂ મહેશ્વરી, વરુણ કપૂર, ઈન્દિરા તિવારી અભિનીત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ આવતી 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મ જાણીતા લેખક હુસૈન ઝૈદી લિખિત પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]