મહેશ ભટ્ટે તો કહ્યું, બધી અફવા છે

મુંબઈઃ બોલીવુડનાં યુવા કલાકાર – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વાસ્તવિક જીવનમાં પણ એકબીજાંની ખૂબ નિકટ છે અને આ વર્ષના ઓક્ટોબરમાં લગ્ન કરવાનાં છે એવા અહેવાલો વચ્ચે આલિયાનાં નિર્માતા-દિગ્દર્શક પિતા મહેશ ભટ્ટે પૌતાનું મૌન તોડ્યું છે.

એક મનોરંજન પોર્ટલ સાથેની વાતચીતમાં મહેશ ભટ્ટે કહ્યું કે, અફવાઓ છે. એ ઘણા વખતથી ચાલી રહી છે.

રણબીર કપૂરનાં ફઈબા રીમા જૈને પણ તે મનોરંજન પોર્ટલ સાથેની વાતચીતમાં એમ કહ્યું હતું કે, રણબીર અને આલિયા ક્યારે લગ્ન કરશે એની મને ખબર નથી. એ બેઉ જણ લગ્ન કરશે, પરંતુ ક્યારે કરશે એની મને ખબર નથી. એ તો એ બંને જણ જ નક્કી કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]