કેન્દ્રીય, મહારાષ્ટ્રના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3-3% વધ્યું

મુંબઈઃ કેન્દ્ર સરકારે તેના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કર્યાની જાહેરાત કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તેના આશરે 17 લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો આ વર્ષની 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. એવી જ રીતે, મહારાષ્ટ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે તેમના બેઝિક પગાર પર અપાતું મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધારીને 31 ટકા કર્યું છે. આ કર્મચારીઓને વધારાનું મોંઘવારી ભથ્થું 2021ની 1 જુલાઈની તારીખથી બાકી નીકળતી રકમ સાથે ચૂકવવામાં આવશે. વધારવામાં આવેલું ડીએ કર્મચારીઓને આ વર્ષના માર્ચના પગાર સાથે રોકડ રકમમાં ચૂકવવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારી 34 ટકા કરાયું છે.