અલી ફઝલ, રિચા ચઢ્ઢાએ પ્રી-ઓસ્કર પાર્ટીમાં સહિયારો આનંદ માણ્યો

લોસ એન્જેલીસ (કેલિફોર્નિયા) – રવિવારે રાતે (ભારતમાં સોમવારે સવારે) અત્રે હોલીવૂડ સ્થિત ડોલ્બી થિયેટરમાં યોજાનાર ૯૦મા ઓસ્કર એવોર્ડ્સ નાઈટની પૂર્વેસંધ્યાએ, શનિવારે રાતે યોજાયેલી એક પાર્ટીમાં હાજરી આપવાનું સદ્દભાગ્ય બોલીવૂડ એક્ટર અલી ફઝલ અને એની ગર્લફ્રેન્ડ તથા બોલીવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાને પ્રાપ્ત થયું છે. અલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે.

અલીએ ફોટાની કેપ્શનમાં લખ્યું છે કે મેં આ ફોટો પડાવવાનો કોઈ પ્લાન નક્કી કર્યો નહોતો. પરંતુ જેક ડાઉસન ઉર્ફે લીઓએ આ સેલ્ફી પાડી છે. મને શનિવારે રાતે WME પાર્ટીમાં હાજર રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. પોતે આ પાર્ટીમાં રિચાની સાથે હાજર રહેવાનો છે એવા અહેવાલોને અલીએ અગાઉ રદિયો આપ્યો હતો.

એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા પ્રસ્તુત થનાર ૯૦મા એકેડેમી (ઓસ્કર) એવોર્ડ્સ સમારંભમાં વર્ષ 2017માં રિલીઝ થયેલી શ્રેષ્ઠ અંગ્રેજી ફિલ્મોના કલાકાર-કસબીઓને એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

બેસ્ટ ફિલ્મ માટે ધ શેપ ઓફ વોટર, ડાર્કેસ્ટ અવર, ડન્કર્ક, ફેન્ટમ થ્રેડ, થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈટ એબિંગ, મિસોરી, ગેટ આઉટ, ધ પોસ્ટ, કોલ મી બાય યોર નેમ અને લેડી બર્ડને નામાંકન મળ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]